જ્યાં પ્રેમના પ્રવાહની ગતિ સમજાતી નથી,
ત્યાં અંતરની ઓળખાણ હજી મળતી નથી.
જ્યાં વિશ્વાસની પરાકાષ્ઠા પર પહોંચ્યા નથી,
ત્યાં આવકાર એના નાદનો સંભળાતો નથી.
જ્યાં મોક્ષની સીમા હજી પાર કરી નથી,
ત્યાં હેરાનપરેશાન આ જગથી છૂટ્યા નથી.
જ્યાં પ્રભુના મિલનની ચાહ હજી જાગી નથી,
ત્યાં બધા ભ્રમ હજી ભાંગ્યા નથી.
જ્યાં વિલંબ સૌને સમજાતો નથી,
ત્યાં પ્રેમની પુકાર હજી મળી શકી નથી.
- ડો. હીરા