આકાર નિરાકારથી પરે જવાનું છે,
વિશ્વાસના આધારે ચાલવાનું છે.
પ્રેમ તો સહુને કરવાનો છે,
સહુમાં તો પ્રભુને જોવાના છે.
પરછાઈઓથી ઉપર ઊઠવાનું છે,
વીતેલા સમયથી આગળ વધવાનું છે.
જ્ઞાનમાં અભિમાન વીસરવાનું છે,
હૈયાંથી અજ્ઞાનતા કાઢવાની છે.
પરીક્ષા જીવનની જીતવાની છે,
અંતરના ઊંડાણમાં ઉતરવાનું છે.
જીવનમાં તો નિઃસ્વાર્થ રહેવાનું છે,
આજ્ઞાનું પાલન સદૈવ કરવાનું છે.
ધર્મમાં વિશાળતા રાખવાની છે,
કાયમ પોતાને ચકાસવાનો છે.
ધૈર્યતાથી દિલ ભરવાનું છે,
ઉદારતા મનમાં રાખવાની છે.
આવકાર પ્રભુનો સાંભળવાનો છે,
અંધકારથી બહાર આવવાનું છે.
વિકારો પર કાબૂ કરવાનો છે,
સ્મરણ સદા એ ઈશ્વરનું કરવાનું છે.
જીવનની એક પ્રીત બનાવવાની છે,
એ પ્રીતમાં આનંદ લેવાનો છે.
મુખડું સદા હસતું રાખવાનું છે,
દુઃખદર્દ લોકોના લૂછવાના છે.
અભ્યાસ સતત જીવનમાં તો કરવાનો છે,
આ જ ભક્તિમાં સદૈવ રમવાનું છે.
- ડો. હીરા