આજનો દિવસ શિખવાનો દિવસ;
આજનું મહત્વ, એ સમજવાનો દિવસ;
આજનો દિવસ પછી પાછો ક્યારેય નહિ આવે;
આજનો દિવસ પછી પાછો એ મોકો નહિ આવે;
હર ક્ષણ મહત્વની છે, હર પળ એની દેન છે;
હર સમય સંપૂર્ણ છે, હર ઇચ્છા ત્યાં સંભવ છે;
જે ધાર્યું એ થઈ શકે છે, જે કર્યું એ જિતી શકે છે;
જે ક્ષણેક્ષણમાં જીવે છે, તે પામી શકે છે;
જે તનમાં રહે છે, તે બધું જ ભૂલી શકે છે;
તન અને મનને જે કાબૂ કરે છે, તે જ આ સમયને સાધી શકે છે.
- ડો. હીરા