પ્રેમની પરિભાષા શું ગણવી?
જે મનને લુભાવે, એને પ્રેમ ગણવો?
કે પછી દિલને રમાડે એને પ્રેમ ગણવો?
પ્રેમ આખર શું છે, કોને સાચો પ્રેમ ગણવો?
પ્રેમ અવસ્થાએ અવસ્થાએ બદલાય છે,
શું એ પ્રેમ છે, કે પછી એ સ્વાર્થ છે?
પ્રેમ જે અવિશ્વાસ કરાવે, શું એ પ્રેમ છે કે પછી લાચારી છે?
પ્રેમ જગમાં આખર સાચો કોણ કરે છે?
વ્યવહાર જગમાં આખર સાચો કોણ કરે છે?
- ડો. હીરા