ગાવું તારા ગીત પ્રભુજી, રૂમઝૂમ કરતી આવું તારી પાસ પ્રભુજી;
સતસંગ કરું તારો રે પ્રભુજી, હૈયામાં તને સ્થાપું, ઓ મનમિત પ્રભુજી.
જીવનમાં તને સમાવું પ્રભુજી, તારે સંગે રાસ રમું રે પ્રભુજી;
ભાવોથી તને નવડાવું પ્રભુજી, તારી ઓળખાણમાં હું નાચું રે પ્રભુજી.
પ્રેમથી તને પોકારું, ઓ પ્રભુજી, હર પ્રીતમાં તને સ્વીકારું રે પ્રભુજી;
હર એક રૂપમાં તને જોઉં પ્રભુજી, હર એક શિવમાં તને નિરખું રે પ્રભુજી.
ધ્યાન તારું કરું રે પ્રભુજી, તારા ધ્યાનમાં ખુદને ભુલાવું રે પ્રભુજી;
સમય તારો હરપળ રે મારો, પ્રભુજી, તારા જ શરણમાં આ ચિત્તડું મારું રે પ્રભુજી.
- ડો. હીરા