દિવાળીમાં દિવાળી આપો, કહે છે લોકો;
દિવાળીમાં ખુદના અંતરના દિવા તો જગાડો લોકો.
અશાંતિમાં રમતા માનવી, જરા ફટાકડા તો ફોડો;
પોતાના અંતરના ભ્રમને હવે, ધુમાડામાં ઉડાવો.
જ્ઞાનના અને પરિવર્તનના હવે નવા આભૂષણ તો પહેરો;
દિવ્યતાના અને અમીરીના લક્ષ્મીપૂજન તો કરો.
વિચારોની લાલી અને શૌર્યની વીરતાની લાભપાચમ કરો;
વિકારો પર જિત અને હૈયામાં પ્રભુની પ્રીતની દેવ દિવાળી મનાવો.
આવા નવા જાગરણથી હવે તમે નવા વર્ષનું આગમન કરો.
- ડો. હીરા