સ્વભાવના લીધે મનુષ્ય લાચાર છે,
પોતાના વર્તનના લીધે મનુષ્ય કમજોર છે,
અવગુણોથી ભરેલો આ માનવી નાદાન છે,
કે પોતાની જાતને સુધારવા માનવી ના અસફળ છે.
ઇરાદામાં કાચો આ માનવી, નિર્બળ પ્રાણી છે,
સોચમાં વીંટાએલો આ માનવી, હેરાન પરેશાન છે,
ઊંચી અવસ્થાની કલ્પના કરતો આ માનવી, ચૂક્તો આવે છે,
સ્વાર્થ અને લોભના ઈશારે આ માનવી રમતો આવ્યો છે,
કઠિનાઈમાં ઝૂઝતો આ માનવી હારતો આવ્યો છે.
- ડો. હીરા