જાગ્રત અવસ્થાની વાતો છે, સુકૂન ચેનની ખેરિયત છે
આંદોલન તો બહુ ચાલુ છે, એમાં મનને સ્થિર રાખવાની જરૂરત છે
વિચારો લોકોના હલાવે છે, એમની ચંચળતા તો રોકે છે
પ્રભુને યાદ રાખવાની તકલીફ છે, પ્રભુમાં એકરૂપ થવાની જરૂરત છે
મુશ્કેલી તો આવવાની છે, પાર એને તો પાડવાની છે
ગહેરાઈમાં પોતાની જાતને ગોતવાની છે, આપોઆપ થવાનું છે
કંઈ કર્યા વિના બધું થવાનું છે, કંઈ આપ્યા વિના બધું મળવાનું છે
ચંચળતા સ્થિરતા થવાની છે, પ્રભુને બધું સોંપતા જવાનું છે
નિર્મળ આનંદનો અનુભવ કરવાનો છે, આનંદમાં તો તરવાનું છે
આશિષ પ્રભુના તો સતત છે, પ્રભુના આશ્રયમાં તો બધું છે
વિનમ્ર ભાવોથી યાદ કરવાના છે, પ્રભુમાં તલ્લીન થવાનું છે
આશા-નિરાશાથી પર જવાનું છે, પોતાની જાતને સોંપવાની છે
- ડો. હીરા