જીવનમાં લોકોના દર્દ સહન નથી થાતાં, મુશ્કેલી લોકોની જોવાતી નથી
લોકોનાં આંસુ હવે નથી જોવાતાં, એમની યાચના હવે નથી સહન થાતી
ગુમરાહ હવે એમને નથી જોવાતા, એમના બેચેન હાલ, ચેન નથી આપતા
ખામોશીમાં હવે દિલ રડે છે, એમનો ડર હવે સતાવે છે
અધીરતામાં હવે ધીરજ ખૂટે છે, એમને પ્રેમ આપવા હૈયું તરસે છે
પીડા હવે દૂર કરવા દિલ બેચેન બને છે, પ્રભુ મિલન માટે મન સતાવે છે
તારી લીલા, લોકોની ક્રિયા, સમજાઈ છે, તારી કૃપા માટે મન દોડે છે
હાલત આવી ક્યારે થઈ નથી, લોકોનાં મનને ક્યારે આવી રીતે સમજ્યાં નથી
શાંતિની પ્રાર્થના સિવાય કાંઈ આવડતું નથી, શાંતિ સિવાય કોઈનો ઉદ્ધાર નથી
- ડો. હીરા