પ્રભુ ન મને કોઈ ચેન મળે છે, ન કોઈ આરામ મળે છે
વાણી મારી અસત્ય લાગે છે, લોકોને ભરમાવું એવું લાગે છે
સુખચેન મારા ગાયબ છે, અંદરથી તો દિલ રડે છે
હેરાન સહુને મેં તો કર્યા, મારું મન કમજોર લાગે છે
સુવિધા તો સહુની ચાલી ગઈ, સહુને હરાવી ગઈ
રમાડ્યા છે સહુને મેં તો, એવું મને એતો કહી ગઈ
ઇમારત વિશ્વાસની તૂટે છે, મારી ધીરજ ખૂટે છે
તમાશો તો કર્યો છે, એવું મને તો હવે લાગે છે
માફીના પાત્ર હું તો નથી, તારા નામનું કોઈ ઇસ્તેમાલ નથી
મનના ઉપાડા લાગે છે, ભરમાવી વેદના લાગે છે
હૈયું મારું નિર્દોષ છે, મને ઈચ્છાઓની ચંચળતા લાગે છે
ઈશ્વર તને અરજી છે, કરાવ એજ જે તારી મરજી છે
- ડો. હીરા