તારામાં હું છું, મારામાં તું છે, છતાં પણ કેમ અલગતા છે?
સ્થળ સ્થળમાં તને નીરખું છું, પળ પળમાં તારો અહેસાસ છે, છતાં પણ અલગતા કેમ છે?
શ્વાસેશ્વાસમાં તું વસે છે, રગેરગમાં તારું નામ છે, છતાં પણ અલગતા કેમ છે?
કૃપા તારી નીરખું છું, કૃપામાં દિલ ખેંચાય છે, છતાં પણ અલગતા કેમ છે?
તારી મારી વચ્ચે ન કોઈ અંતર છે, છતાં પણ અલગતા કેમ છે?
તારા નામનો રણકાર છે, તારા પ્રેમનો પ્રવાહ છે, છતાં પણ અલગતા કેમ છે?
તારા ભાવમાં તણાઉં છું, તારા સાથમાં ઝૂમું છું, છતાં પણ અલગતા કેમ છે?
વાત ના તારાથી કોઈ અજાણ છે, દિલમાં તું વસે છે, છતાં પણ અલગતા કેમ છે?
કમજોર મારું મનડું છે, આ હાલતમાં મજબૂર છે, છતાં પણ અલગતા કેમ છે?
- ડો. હીરા