સત્ય છે, સત્ય છે, આ તમારી વાણી તો સત્ય છે
છતાં અહેસાસ નથી કે તમે છો અને ખાલી તમે છો
હું મને પણ સમજું છું, મારી જાતને અલગ સમજું છું
ખ્યાલ છે આ મારો અહં છે, પણ છતાં એનાથી લાચાર છું
આંખો, વાણી, દિલ પર પડદો છે, માયામાં જીવ ફસાયો છે
માયામાં ડૂબે છે, અહેસાસ છે કે ડૂબવાનો તો ખાલી પડછાયો છે
પ્રયત્ન કરીએ છીએ, પણ જંજાળમાં ફસાઈએ છીએ, રસ્તો ના દેખાય છે
કૃપા હવે તારી વરસાવ તું, આ સત્યનો અહેસાસ કરાવ તું
અલગતાનો આ પડદો હટાવ તું, સત્યનો આભાસ કરાવ તું
જન્મ-મરણથી દૂર હટાવ તું, તુજમાં મને હવે સમાવ તું
- ડો. હીરા