રાહ જોઉં છું, રાહ જોઉં છું, આ અવસ્થાની હું રાહ જોઉં છું
ઇન્તેજાર હવે થાતો નથી, મિલનની તડપમાં હવે જીલું છું
કૃપાની તારી રાહ જોઉં છું, મારી જાતને ઓળખવાની રાહ જોઉં છું
સાનભાન ભૂલવાની રાહ જોઉં છું, તારી અંદર સમાવવાની રાહ જોઉં છું
જીવનનો દરિયો પાર કરવાની રાહ જોઉં છું, મને મિટાવવાની રાહ જોઉં છું
ખતમ કર આ લીલાને તારી હવે, તારામાં એક થવાની રાહ જોઉં છું
રાહ જોઉં છું, રાહ જોઉં છું, આ અવસ્થાની હું રાહ જોઉં છું
- ડો. હીરા