પડદો રાખશો તમે જેટલો, એટલા જ રહેશો તમે દૂર ને દૂર
પ્રભુમિલનમાં થશે વિલંબ, પ્રભુથી રહેશો દૂર ને દૂર
પ્રભુ તો છે તમારા પોતાના ને પોતાના, શાને રાખ્યા છે એમને દૂર
સાથ તો બધાનો છૂટવાનો, રહેશે તમારા સાથમાં પ્રભુ જરૂર
હાસ્ય તમારું નથી સંભળાતું, અવાજ તમારો છે બંધનમાં જરૂર
પ્રભુથી તમારે શું ડરવાનું, પ્રભુ તો આખેર છે એ જ નૂર
સીમાઓમાં રહ્યા કેમ પ્રભુ સાથે, જ્યારે રાખ્યા ના પ્રભુએ કોઈ નિયમ
માનો છો તમે પ્રભુને અલગ, કર્યા છે એમના પ્યારને ચૂર
હટાવો આ આરામ ઝોનને તમારા, ન રહો કેદમાં મજબૂર
ઊડો ખુલ્લા આકાશમાં હવે, તો પ્રભુનાં દર્શન થાશે જરૂર
- ડો. હીરા