આજનો દિવસ, એક યાદનો દિવસ કે ફરિયાદનો દિવસ?
આજનો દિવસ, એક મરણનો દિવસ કે નવા જન્મનો દિવસ?
ક્યા ભાવોથી એને નિહાળું, ક્યા પ્રેમથી એને સવારું?
જ્યાં ભેદ બધા ખતમ છે તો ક્યા શ્વાસોમાં એને પુકારું?
ગુલિસ્તાન આ જગતનું એનું સરનામું છે,
પ્રેમની મહેક, એ જ એની પહેચાન છે.
ક્યા શરીરમાં ને ક્યાં ક્યાં એને ગોતું?
જ્યાં અંતરની ભાષામાં એના પ્રાણ છે અને જીવનમાં સાથ છે.
તો કઈ જગ્યામાં શોધું. ક્યા સ્વપ્નોમાં એને નિરખું?
મારા-તારાના ભેદ જ્યાં ખતમ છે, દૂરી બધી ખતમ છે,
તો ક્યાં એને વિસરું અને કઈ પળોમાં યાદ કરું, જ્યાં એ સાથે ને સાથે છે.
- ડો. હીરા