સમય રફતારમાં ચાલ્યો જાય છે,
પ્રેમ પ્રભુનો સતત વહેતો જાય છે,
જ્ઞાન, ઈશ્વરનું સતત આવતું જાય છે,
કે અંતરમાં સતત એની જાગૃતિ થાય છે,
અજ્ઞાનતા સતત ખતમ થતી જાય છે,
વિરામ એ તો આપતી જાય છે,
પ્રકાશ પ્રભુનો મળતો જાય છે,
અતંરમાં શાંતિ સ્થપાતિ જાય છે,
ઉદ્વેગ બધા ખતમ થતા જાય છે,
શરીરભાન ભુલાતું જાય છે,
મનની ચંચળતા વિસરાઈ જાય છે,
એકરૂપતા તારી સાથે થતી જાય છે,
અવાજ અંતરનો સંભળાતો જાય છે,
એકાકાર તારી સંગે થાય છે,
વિકારોનો નાશ થતો જાય છે,
મારા જીવનનો આ ખેલ ખતમ થતો જાય છે.
- ડો. હીરા