ઈશ્વરની વાણીમાં એક તૃપ્તિ મળે છે,
પ્રેમની મહેફિલમાં એક આનંદ મળે છે,
જ્ઞાનના પ્રકાશમાં એક સમજણ મળે છે,
અને વૈરાગ્યના બંધનમાં આઝાદી મળે છે,
ઈચ્છાના ખેલમાં એક દુઃખ મળે છે,
વિશ્વાસના તરાજવામાં એક શાંતિ મળે છે,
તારા જ આ ખેલમાં મારી ઓળખાણ મળે છે,
તારા જ આ ઈશારામાં બધા રહસ્ય ખૂલે છે.
- ડો. હીરા