તારી નજદીકતા હોવા છતાં પણ દૂરીનો એહસાસ છે, આ કેવી અવસ્થા છે?
તારો પ્રેમ પામ્યા પછી પણ અધુરાપણું છે, આ કેવી અવસ્થા છે?
મનમાં તારી તસવીર છે, દિલમાં તારો ભાસ છે છતાં અલગતા છે, આ કેવી અવસ્થા છે?
જ્ઞાનમાં તારી સમજણ છે, પ્રાણમાં તારા શ્વાસ છે છતાં હું ના ભાવ છે, આ કેવી અવસ્થા છે?
તારા પ્રેમમાં મન ડૂબે છે છતાં પ્રીતમાં દુઃખી છે, આ કેવી અવસ્થા છે?
તન, મન, ધન અર્પણ છે છતાં હજી દિલ એકલું છે, આ કેવી અવસ્થા છે?
ધ્યાનમાં વિચારો છે, છતાં પણ તારું જ વળગણ છે, આ કેવી અવસ્થા છે?
અંતરમાં તું બેઠો છે છતાં દિલને બધે શોધે છે, આ કેવી અવસ્થા છે?
દુનિયામાં શોર છે, દિલમાં વિરહની તડ઼પ છે, એ કેવી અવસ્થા છે?
તારી વાણી સંભળાય છે છતાં દિલ તારી સાથે વાતો કરવા બેચેન છે, આ કેવી અવસ્થા છે?
તું અને હું ના ભાવથી પરે દિલ એકરૂપતા ચાહે છે, આ કેવી અવસ્થા છે?
- ડો. હીરા