પ્રીતમાં જ્યારે શક્તિ ભળે છે ત્યારે પ્રેમને તાકાત મળે છે,
ઈચ્છામાં જ્યારે પ્રબળતા ભળે છે, ત્યારે સંકલ્પ બને છે.
જ્ઞાનમાં જ્યારે સમજણ ભળે છે, ત્યારે વિજ્ઞાન બને છે,
અંતરમાં જ્યારે પ્રભુની સ્ફૂર્ણા ભળે છે, ત્યારે એકતા ખતમ કરે છે.
વિશ્વાસમાં જ્યારે સ્થિરતા ભળે છે ત્યારે એકાગ્રતા મળે છે,
કર્મમાં જ્યારે પ્રભુનો સાથ મળે છે, ત્યારે અકર્મ બને છે.
ધૈર્યમાં જ્યારે સુકૂન ભળે છે, ત્યારે આનંદની બોછાર મળે છે,
કેન્દ્રમાં જ્યારે બિંદૂ સમાઈ છે, ત્યારે અંતરની ઓળખાણ મળે છે.
એહસાસમાં જ્યારે અનુભવ મળે છે, ત્યારે વેદોનો સાર મળે છે,
દ્રષ્ટિમાં જ્યારે કરૂણતા ભળે છે, ત્યારે જગતનું કલ્યાણ થાય છે.
સમયમાં જ્યારે નિષ્ઠા ભળે છે, ત્યારે ચમત્કારની રચના થાય છે,
અરવિંદમાં જ્યારે સહાનુભૂતિ ભળે છે, ત્યારે યોગની પરિભાષા મળે છે.
ચેનમાં જ્યારે સ્થિરતા મળે છે, ત્યારે અંતરમાં જાગૃતિ મળે છે,
એકાકારમાં જ્યારે સાર્થકતા ભળે છે, ત્યારે મિલનનું સરનામું મળે છે.
- ડો. હીરા