જાગ, હવે તો જાગ ઓ મનડા (૨)
તારી ઈચ્છાના ખેલમાં તું બહુ સંકળાયો, હવે તો જાગ.....
નાદાનિયતે તારી તો તને ખૂબ સતાવી, હવે જાગ.....
તારા જ કરેલા કાર્યે તને તો ફસાવી, હવે તો જાગ.....
અહીં તહીં ભાગીને તું તો ખૂબ થાક્યો, હવે તો જાગ.....
અશાંતિ અને અજ્ઞાનતામાં તું ખૂબ રમ્યો, હવે તો જાગ.....
સ્થિરતામાં તારું વર્ચસ્વ સ્થપાશે, હવે તો જાગ.....
પ્રભુના દ્વારે તને તો ચેન મળશે, હવે તો જાગ.....
હર મંઝિલ તને તો ત્યાં મળશે, હવે તો જાગ.....
અનંત આનંદમાં તું તો રમશે, હવે તો જાગ.....
જાગ, હવે તો જાગ ઓ મનડા, હવે તો જાગ.....
- ડો. હીરા