તારી મસ્તિની મધહોશીમાં દિલ ઝૂમે છે,
તારા પ્રેમની મહેફિલમાં દિલ ખીલે છે.
તારા આનંદની લહેરમાં દિલ હસે છે,
તારા જ્ઞાનની શાયરીમાં દિલ સજદા કરે છે.
તારા મિલનની શાંતિમાં દિલ બધું ભૂલે છે,
તારા આગમનની તૈયારીમાં દિલ પુકારે છે.
તારી એકરૂપતાની ઘડ઼ીમાં દિલ તારું બને છે,
તારી જ પુકારમાં દિલ તો ખાલી તને સાંભળે છે.
તારી ઈચ્છામાં દિલને તૃપ્તિ મળે છે,
તારા જ વિશ્વાસના ખેલમાં દિલને નિરાંતના શ્વાસ મળે છે.
તારા મઘુર એહસાસમાં દિલને અનંત વિરામ મળે છે,
તારા આ ખેલમાં દિલને તારું જ પ્રમાણ મળે છે.
- ડો. હીરા