મનગમતા પ્રવાહના ખેલમાં આ જીવન વ્યતિત થાય છે,
ધીરજ અને પ્રેમમાં એ ગમગીન થાય છે.
વિચારોના ખેલમાં એ મૂંઝાય છે,
અને વિશ્વાસના પરચામાં એ નબળો થાય છે.
આવા વિચિત્ર ભાવોમાં એ ગુલામ થાય છે,
અને અસ્તિત્વના બાંધમાં એ સંકુચિત થાય છે.
મનુષ્ય આખર મનુષ્ય રહી જાય છે,
અને અલગતાના સ્વરૂપમાં ખોવાઈ જાય છે.
- ડો. હીરા