સંકલ્પ એવો કરાવ કે તને પામી જાઉં,
પ્રેમ એવો કરાવ કે તારામાં એક થઈ જાઉં,
વિશ્વાસ એવો જગાડ઼ કે નિડર બની જાઉં,
જ્ઞાન એવું આપ કે અંતરમાં તરી જાઉં,
કાર્ય એવું કરાવ કે નિઃસ્વાર્થ બની જાઉં,
આનંદમાં એવી ઝૂમુ કે એકલતા ભૂલી જાઉં,
શ્વાસો એવા લેવડાવ કે હર શ્વાસમાં તારામાં ઊતરી જાઉં,
જીવન એવું જીવાડ કે તારી સંગ હર પળ રહું,
પ્રેરણા એવી આપ કે તારા જ કાર્યમાં રત રહું,
તારા પ્રેમની મહેક એવી આપ કે તારામાં ખોવાઈ જાઉં.
- ડો. હીરા