આ તું અને હું મટે તો કાંઈ જાગૃતિ થાય,
આ મારું તારું મટે તો કાંઈ એકરૂપતા થાય,
આ અલગતા કાંઈ ભુસાય, તો મનના મિલન થાય,
આ શરીર ભાનથી ઉપર ઉઠાય તો પ્રેમની ઝંખના થાય,
આ કર્તાનો ભાવ મટે, તો કાંઈ સમર્પણ થાય,
આ બુદ્ધિ કાબૂમાં આવે તો કાંઈ દુવિધાઓ ખતમ થાય,
આ મુક્તિની ઈચ્છા મટે, તો જગતનું કલ્યાણ થાય,
આ પ્રેમમાં ડૂબી જવાય, તો આશક્તિઓથી મુક્ત થવાય,
આ નિર્મળ આનંદમાં ડુબાય, તો અંતરના દર્શન થાય.
- ડો. હીરા