જીવજન્તુંને ન મારીએ, એવું ધર્મ કહે છે,
પોતાના અહંકારને મારવો, એવું આધ્યાત્મ કહે છે,
દયા દાનમાં રમવું, એવું ધર્મ કહે છે,
નિઃસ્વાર્થ કાર્યો કરવા, એવું આધ્યાત્મ કહે છે,
સેવા પૂજન કરવું, એવું ધર્મ કહે છે,
અંતરમાં ઊતરવું, એવું આધ્યાત્મ કહે છે.
તપ, જપ, ઉપવાસ કરવા, એવું ધર્મ કહે છે,
જ્ઞાનની અગ્નિનાં તપમાં પ્રભુ નામ સ્મરણ કરવું , એવુ આધ્યાત્મ કહે છે,
ગંગા સ્નાન કરી, તીર્થ યાત્રા કરવી એવું ધર્મ કહે છે,
અંતરધ્યાન થઈ, અંતરની યાત્રા કરવી, એવું આધ્યાત્મ કહે છે,
શાસ્ત્રોમાં લખેલું એ સત્ય છે, એવું ધર્મ કહે છે,
અંતર અનુભૂતિમાં સત્યનું જ્ઞાન થવું જોઈએ, એવું આધ્યાત્મ કહે છે,
તો પછી આ ધર્મના વાદવિવાદ શા માટે, આ અજ્ઞાનતાના ખેલ શા માટે?
એક જ સત્ય છે અને તે છે આત્મજ્ઞાન, તો પછી આ ઝગડ઼ા શા માટે?
- ડો. હીરા