સંભાળ તું મારી રાખે છે, પછી તારી પાસે શું માગું?
ધ્યાન સદૈવ તું મારું રાખે છે, પછી ઈચ્છા શું કરું?
હર પળ હર ક્ષણ તું સાથે રહે છે, પછી ફરિયાદ શું કરું?
તારા પ્રેમના વારસદાર બનીયે છીએ, પછી ઓળખાણ શું માગુ?
દિલમાં તારા અમે વસીએ છીએ, પછી જન્નત શું માગું?
હર હાલમાં આનંદમાં રમીએ છીએ, પછી ઈંતેજાર શેનો કરું?
જગત આખામાં તને નિરખીયે છીએ, પછી તારી છબી શું જોઉં?
કુદરતમાં તને નિહાળીએ છીએ, પછી શાને તને શોધું?
બેહાલ વાતાવરણને ત્યજીયે છીએ, પછી દુઃખી શાને થાઉં?
ચિંતા બધી છોડી દઈએ છીએ, પછી વિચાર શાના કરું?
ક્રોધને તો બાળીએ છીએ, પછી માન અપમાનમાં શાને રમું?
વિચારોમાં તને સતત રાખીએ છીએ, પછી નિંદા કોની કરું?
તું જ તો સર્વ પ્રથમ મારું ધ્યેય છે, પછી બીજે શાને ફરું?
- ડો. હીરા