હર એક જીવ પોતાની જાતને સંભાળવા ચાહે છે,
હર એક પ્રેમ પોતાની જાતને આપવા ચાહે છે.
હર એક મનુષ્ય નિઃસ્વાર્થ ભાવો ચાહે છે,
હર એક આચરણ અંતરની ઓળખાણ આપે છે.
હર એક કાર્ય શુદ્ધતા માગે છે,
હર એક પ્રશ્ન અવિશ્વાસ જગાડે છે.
હર એક કાતિલ તકલીફ દૂર કરવા માગે છે,
હર એક લૂટેરો તો પોતાનું પેટ ભરવા ચાહે છે.
હર એક સિદ્ધાંત સત્યનો પ્રકાશ પાથરે છે,
હર એક સમય માનવી પોતાની જાતને છેતરે છે.
હર એક ઈર્ષ્યાળું ઈશ્વરથી બલિદાન માગે છે,
હર એક ઈચ્છા સ્વયંમનું બલિદાન કરાવે છે.
હર એક સમય મૃત્યુ નજદિક લાવે છે,
હર એક દુર્ઘટના આંદોલન સર્જાવે છે.
હર એક દુઃખ કાંઈ શિખવાડે છે,
હર એક સુખ જીવનની યાત્રામાં વિરામ આપે છે.
હર એક ભાષા ખાલી પ્રેમ વરસાવે છે,
હર એક ભાવ એ જ ભાષા બોલે છે.
હર એક સ્થળ એનું મહત્ત્વ સમજાવે છે,
હર એકના મુખમાંથી ઈશ્વર એની વાણી સમજાવે છે.
હર એકમાં ઈશ્વર એજ જાગૃતિ જગાડે છે,
હર એકમાં ઇતિહાસ આખર એજ અનંત દેખાડે છે.
- ડો. હીરા