પરમાત્માની દેન છે કે અંતરમાં પ્રેમ છે,
વિશ્વાસનો પ્રકાશ છે કે જીવનમાં ચેન છે.
જ્ઞાનનું એક બીંબ છે કે પ્રતિબિંબની પહેચાન છે,
જીવનમાં તલાશ છે છતાં, પ્રભુ મિલનની એક આશ છે.
વિજય તારો આ માર્ગ છે, પ્રકાશનો તો સાથ છે,
ધીરજમાં ખોટ છે, હર એક જીવમાં તારો જ ભાસ છે.
દર્શનની તો એ તલાશ છે, પૂર્ણતાની તો રાહ છે,
અદ્રષ્ય તારી રીત છે, તારે જ ઈશારે મારી જીત છે.
હર હાલમાં નિડરતા છે, પૂર્ણ પ્રેમમાં જ મારી મંઝિલ છે,
અજ્ઞાનતા તો ખતમ છે, આ ચહેરામાં એક નૂર છે,
ઉજ્વલ એનો સાર છે, હે પ્રભુ તારો જ તો અણસાર છે.
- ડો. હીરા