આજ તારી બની જાઉં, એ જ ઈચ્છા છે,
સ્વયંમને ભૂલી જઉં, એજ તમન્ના છે.
તારા ઈશારે ચાલું, એજ સમર્પણ છે,
તારા પ્રેમમાં ઝૂમું, એજ શ્રદ્ધા છે.
તારા કાર્ય કરું, એ જ મારું કર્મ છે,
તારી શાંતિમાં રમું, એજ તો સુંદરતા છે.
તારા વિશ્વાસમાં રહુ, એજ તો ભક્તિ છે,
તારા વિજયમાં નાચું, એજ તો શક્તિ છે.
તારા ઈરાદામાં શામિલ થાઉં, એજ તો પ્રેરણા છે,
તારામાં સમાઈ જાઉં, એજ તો દિલની તમન્ના છે.
- ડો. હીરા