જ્યાં કર્મની ગાથા પ્રેમથી નથી થતી ત્યાં દુઃખ દર્દ ઊભું છે,
જ્યાં પ્રેમની મુલાકત ઈશ્વર સાથે નથી થતી, ત્યાં એ અધુરું છે.
જ્યાં અંતરની વાણી પોતાને નથી સંભળાતી, ત્યાં પોતાની ઓળખાણ બાકી છે,
જ્યા વિશ્વાસની માત્રામાં કચાસ છે, ત્યાં હજી સમર્પણના દ્વાર બંધ છે.
જ્યા યોગ્યતા વગર કાંઈ પ્રાપ્ત થાય છે, ત્યાં એ ટકવાની ક્યાં વાત છે,
જ્યાં મહેફિલમાં પોતાને ભૂલવાની વાત છે, ત્યાં જ તો એ મજા છે.
જ્યાં ઈશ્વરમાં ડૂબવાની વાત છે, ત્યાં જ અહંકાર સમાપ્ત છે.
- ડો. હીરા