વિનમ્ર ભાવોથી તને પુકારુ છું,
આજની મહેફિલમાં તને બોલાવું છું.
ઈચ્છા બધી તને અર્પણ કરું છું,
પોતાની જાતને સમર્પણ કરું છું.
ધીરજ અને પ્રેમ તારી પાસેથી માગું છું,
હર હાલમાં તારી એકરૂપતા ચાહું છું.
અદ્રષ્ય નયનોથી તું મને નિરખે છે,
આ નયનોથી તને નિરખવા ચાહું છું.
હર અવસ્થામાં તારો સાથ જોવે છે,
વિચારોથી મુક્ત એક નવી સૃષ્ટિ ચાહું છું.
તારા જ ખ્યાલોમાં મારી તૃપ્તિ માગું છું,
હર પળ તારા જ ઈશારે ચાલવા ચાહું છું.
હર ક્ષણ તારા જ પ્રવાહમાં નાહવા ચાહું છું,
સંકલ્પ, આનંદમાં રહેવાનો કરું છું,
તારા જ પ્રેમમાં ડૂબવા ચાહું છું.
- ડો. હીરા