તને નિરખ્યા જ કરું, હું ભાવને ભજતી રહું,
તને જ બધે જોયા કરું, એકાકાર થઈને રહ્યા કરું.
તને જીવ્યા કરું, તારામાં જ ખુદને જોયા કરું,
બસ તું જ રહે એ ચાહું, મારા અસ્તિત્વને ભૂલ્યા કરું.
શરીરભાનથી ઉપર ઉઠ્યા કરું, તારા જ પ્રેમમાં ડુબ્યા કરું,
પ્રેમમાં સતત રહ્યા કરું, નિર્જીવમાં પણ તને નિરખ્યા કરું.
વિચારોથી મુક્ત થયા કરું, તારામાં જ સતત રહ્યા કરું,
આનંદમાં તારા ઝૂમ્યા કરું તારા જ પ્રેમમાં સજ્યા કરું,
હર એક ભાવ તારામાં જીવ્યા કરું, તારામાં જ સતત રહ્યા કરું.
- ડો. હીરા