મારી પ્રીતમાં તારી જીત છે,
મારા પ્રેમમાં તારી છબી છે.
તને પામવાની એ કેવી તડ઼પ છે,
કે એકરૂપ થયા વિના ન કોઈ ચેન છે.
સંઘર્ષ આ કેવો મીઠો છે,
કે હરપળ યાદ તારી મને આવે છે.
તને હર રૂપમાં દેખું, એ આશ છે,
તારે ઈશારે ચાલુ, એ જ તો હકીકત છે.
અમરતાની ન કોઈ અપેક્ષા છે,
ખાલી તારામાં ખોવાવાની પ્યાસ છે.
સંગીતમાં મિલનની આ ઘ઼ડી છે,
તારા મારા આ ભેદની દૂર થવાની તૈયારી છે.
- ડો. હીરા