શિવની શિવા એને પુકારે છે,
જગ આખામાં એને શોધે છે.
અંતરમાં ઊતરી એ નિહાળે છે,
એના નાદમાં એ તો ખોવાય છે.
શિવની શિવા એકરૂપતા ચાહે છે,
અલગતાના અહેસાસથી મુક્તિ ચાહે છે.
શિવની શિવા મિલન માટે તરસે છે,
શિવની શિવા એ ઘ઼ડી માટે તડ઼પે છે.
શિવની શિવા એને પુકારે છે,
શિવમાં એક થવા એ તો ઝંખે છે.
શિવની શિવા શિવને પુકારે છે,
એની જ પ્રીતમાં એ બધું પામે છે.
શિવની શિવા રાહ જોવે છે,
એના પ્રેમના સગપણની રાહ જોવે છે.
- ડો. હીરા