અદ્વૈતની સીમા જે પાર કરે છે;
તેને પોતાની જાતની ખબર નથી હોતી.
જે પ્રભુમાં એક થાય છે;
તેને આ સૃષ્ટિનું ભાન નથી હોતું.
જે જીવાત્માથી પરમાત્મા બને છે;
તેને કોઈની સાથે ભેદ નથી હોતો.
જે તીવ્રતાથી પ્રભુને યાદ કરે છે;
તેનાથી પ્રભુ અલગ નથી હોતા.
જે ભાવ ભરીને એકરૂપતા સાધે છે;
તે વિશ્વાસના પડદાને કાયમ માટે ખુલ્લા કરે છે.
જે વેદ, ભાવને સમજે છે;
તે પુરાણોની ભાષા સમજે છે.
વિવિધ ભાવોમાં જે રમે છે;
તે સૃષ્ટિને તો સાચી માને છે.
જે વેદના પ્રભુની સમજે છે;
તે આકાર-નિરાકારથી પરે છે.
- ડો. હીરા