શું માગું તારી પાસે?
કૃપા? એ તો તું સતત આપે છે.
પ્રેમ? એ તો તું કાયમ વરસાવે છે,
મુક્તિ? એ પણ તો એક બંધન છે,
આનંદ? એમાં તો છલોછલ તું નવડ઼ાવે છે,
એકરૂપતા? એમાં તો ના કોઈ અહેસાસ છે,
અંતરધ્યાન? એમાં તો એક જડ઼તા છે,
જાગૃતિ? એ તો તું સતત કરાવા ચાહે છે,
બધું તો તુંજ કરે છે પછી શું માગું તારી પાસે?
તારા ચરણોમાં મારો વાસ એજ માગું તારી પાસે.
- ડો. હીરા