પ્રેમનો સંગાથી ઈશ્વર જ હોઈ શકે,
વિશ્વાસનો ઘડ઼ો ઈશ્વર જ ભરી શકે,
ધ્યાન અંતરનું ઈશ્વર જ કરાવી શકે,
નિર્મલ આનંદમાં ઈશ્વર જ નવડ઼ાવી શકે,
અંતરની ઓળખાણ ઈશ્વર જ આપી શકે,
હર એક ઈચ્છા ઈશ્વર જ પૂરી કરી શકે,
જીવનની મંઝિલે ઈશ્વર જ પહોંચાડી શકે,
હર હાલમા ઈશ્વર ખૂશ રાખી શકે,
બધું જ તો ઈશ્વર કરે છે, પછી આપણે શું કરીએ?
ખાલી એને યાદ કરી શકીએ, એનું સ્મરણ કરી શકીએ,
બાકી બધું તો ઈશ્વર જ કરે છે.
- ડો. હીરા