તસવીર તારી દિલમાં ઊતરી જાય તો પોતાની જાતને ભૂલી જવાય,
પ્રેમતારો મળી જાય તો દિવ્ય આભાસ બધા થઈ જાય.
જ્ઞાન તારું અંતરમાં જાગી જાય તો બધી બાધાઓ ખતમ થઈ જાય,
વિશ્વાસ તારામાં ટકી જાય તો આ જીવન સુનેહરું થઈ જાય .
સાચી સમજણ જીવનમાં ઊતરી જાય તો જીવનમાં સુકૂન મળી જાય છે,
ક્રોધ હૈયામાં વિસરાઈ જાય તો પરિર્વતન આપોઆપ થઈ જાય.
કૃપા તારી જો ઓળખાઈ જાય તો નિજાનંદમાં પ્રવેશ થાય,
લક્ષ્ય આ જીવનનું ખબર પડ઼ી જાય તો સર્વ પ્રથમ મોક્ષની પ્રાપ્તિ થાય.
જિજ્ઞાસા જ્યાં બધી ખતમ થાય, ત્યાં સાધનાના પથ ખુલ્લા થાય,
ઐતબાર જ્યાં પ્રભુનો થાય, ત્યાં જ તો વફાદારીના ડંકાનો જાગૃત થાય.
- ડો. હીરા