સમયની રફતાર ચાલી જાય છે,
પ્રેમની પુકાર વિસરાઈ જાય છે.
જ્ઞાનની અપેક્ષામાં જીવન વ્યતિત થાય છે,
કે એક જ આશમાં મંઝિલ ભુલાય જાય છે.
ઈચ્છા પાછળ મહોબ્બત ધરબાઈ જાય છે,
જીવન પાછળ બધું ગુમાઈ જાય છે.
વિશ્વાસ પાછળ મનુષ્ય આઝાદ થાય છે,
છતાં અંધકાર પાછળ આંધળી દોટ કરાય છે.
જીવનની કડી આમ વ્યતિત થાય છે,
મોકા બધા છોડ઼ાતા જાય છે.
ઈશ્વરની કૃપા વિસરાઈ જાય છે,
સત્યની શોધ ત્યાં સમાપ્ત થાય છે.
ઘાયલ થઈ મનુષ્ય નિરાશ થાય છે,
અમૃત પીવા તરસ્યો થાય છે,
આમજ તે બુજદિલ થાય છે,
જીવન આમ જ ચાલતું જાય છે.
મનોકામના પાછળ ભાગતો જાય છે,
સુખમાં પોતાની જાતને ભૂલતો જાય છે.
દુઃખમાં ખાલી રડતો જાય છે,
મનુષ્ય જન્મોજન્મ આવા જ ખેલ રમતો જાય છે.
ધ્યાનમાં એ ખાલી માંગતો જાય છે,
જ્ઞાનમાં એ અહંકારમાં જાય છે.
આદર્શો બધા વિસરતો જાય છે,
મનુષ્ય ખાલી સ્વાર્થી બનતો જાય છે.
પરમવીર પોતાને માનતો જાય છે,
શૌર્યવીર પદ પર બેસવા જાય છે.
પણ ખાલી ભય અને ડરમાં જીવતો જાય છે,
મનુષ્ય પોતાને જ ખોખલો કરતો જાય છે.
- ડો. હીરા