મુલાકાતની વાત કરવી હતી,
તારા-મારા આ ખેલની પૂર્ણાહુતિ કરવી હતી.
હર એક ઈચ્છામાંથી મુકત થાવું હતું,
તારા અંતરની વાણી મારે સાંભળવી હતી.
જ્ઞાન તારું અંતરમાં ઉતારવું હતું,
સમયની રેખામાંથી મુક્ત થાવું હતું.
તારા પ્રેમમાં પોતાની જાત ભૂલવી હતી,
તારા જ આનંદમાં ઝુમવું હતું.
આ મારા અંતરની વાત તને કહેવી હતી,
આપણા મિલનની ઘડીની રાહ જોવાની હતી.
હવે તને વિનવી આ વાત કરી રહી છું,
એકરૂપતાની મુલાકાતમાં હવે તડ઼પી રહી છું.
- ડો. હીરા