સમયની રફતાર ચાલ્યા કરે છે,
પ્રીત પ્રભુ સાથે બંધાયા કરે છે.
અંતરની અવસ્થા બદલાયા કરે છે,
જીવનની રચનામાં બાધા આવ્યા કરે છે,
શૂન્યકારા ઈશ્વરના ખેલ ચાલ્યા કરે છે.
નિર્મલ આનંદના રંગ છવાયા કરે છે,
આનંદની ઊર્મિ જાગ્યા કરે છે.
પ્રભુ તારા પ્રેમમાં દિલ ડૂબ્યા કરે છે,
હર રીતની જીત મળ્યા કરે છે.
અંતરમાં ઓળખાણ વધ્યા કરે છે,
સંઘર્ષ પોતાનો જ ચાલ્યા કરે છે,
તારા જ રંગમાં પ્રભુ રંગાયા કરીએ છીએ.
- ડો. હીરા