તું કૃપા વરસાવતો જા અને મને યોગ્ય પાત્ર બનાવતો જા,
તું પ્રેમ કરતો જા અને મને તારા પ્રેમમાં પાગલ કરતો જા,
તું આનંદ વરસાવતો જા અને મને એમાં નવડ઼ાવતો જા,
તું મસ્તી કરતો જા અને મને તારા દીવાનાપનમાં નચાવતો જા,
તું કરુણા વહાવતો જા અને મારું હૈયું ભીંજાવતો જા,
તું ગીતોના સૂર છેડ઼તો જા અને એના પ્રવાહમાં નચાવતો જા,
તું જીવન જીવતા શિખવાડતો જા અને તારા વિચારોમાં રાખતો જા,
તું પ્રેમ કરતો જા અને મારા અહંકારનો નાશ કરતો જા,
તું વહાલો વહાલો લાગતો જા અને તારો મને દીવાનો બનાવતો જા,
તું હરપળ નવા રંગમાં રંગાતો જા અને તારી સંગ મને રાખતો જા.
- ડો. હીરા