તને ક્યાં ગોતું, તું તો દેખાતો નથી,
તને કેમ ઓળખું, તું તો ઓળખાતો નથી.
તું કહે છે કે તું બધે જ છે,
પણ તોએ તું આ જગમાં ઓળખાતો નથી.
આ કેવી તારી રીત છે, અનોખી તારી પ્રીત છે,
કે કણ કણમાં છે પણ તું ઓળખાતો નથી.
બહુરૂપિયો નથી તું પણ તારી ઓળખાણ પણ નથી,
અંજાણ નથી તું તો પણ તારી અનુભૂતિ નથી.
આ કેવા રહસ્ય છે કે તું છુપાયેલો રહે છે,
કણ કણમાં વસેલો છે છતાં પણ તું છુપાયેલો છે.
- ડો. હીરા