સમય સમયના ખેલ છે, જે આજે આગળ છે, એ કાલે પાછળ જશે,
જે આજે દુઃખી છે, એ કાલે સુખી હશે.
આ કેવા નિરાળા ખેલ છે કે ના કોઈ અવસ્થા સ્થિર છે,
પણ છતાં જે આમાં સંતુલનમાં રહી શકે, તેના માટે ના કોઈ બદલાવ છે.
પછી ભલે ગરમી હોય કે શરદી, એ એની મસ્તીમાં મસ્ત છે,
પછી ભલે હોય કોઈ નારાજ, કે ભલે હોય કોઈ વહાલું એના માટે બધા સમાન છે.
જેને આવું જીવન જીવતા આવડી ગયું, એણે ઈશ્વર પામી લીધા,
જેને હર પરિસ્થિતિમાં આનંદમાં રહેતા આવડી ગયું, એણે પામી લીધું.
જ્યાં કોઈ વેર નથી, જ્યાં કોઈ ઝેર નથી, એને બધું ફાવી ગયું,
સમયની પરે એને જતાં આવડી ગયું, કર્મો પર કાબૂ કરી લીધા.
- ડો. હીરા