મને કાંઈ આવડતું નથી, છતાં એમ માનું છું કે મને બધું આવડે છે,
મને કાંઈ સમજાતું નથી, છતાં એમ માનું છું કે પુસ્તક વાંચવાથી જ્ઞાન મળે છે.
મારાથી કાંઈ થાતું નથી, છતાં એમ માનું છું કે બધું હું કરું છું,
નવસર્જન કાંઈ આવડતું નથી, છતાં એમ માનું છું કે કેટલું બધું બનાવું છું.
ખોટા ભ્રમ પાળું છું અને આડંબરમાં રહું છું,
ખોટા આંદોલનો ઊભા કરું છું એને ખોટી ભ્રાંતિ ઊભી કરું છું.
સહજતામાં રહેતા આવડતું નથી, જે થાય છે એ સ્વીકાર કરતા આવડતું નથી,
હર વસ્તુ મારા પ્રમાણે ચાહું છું, હર એક કાર્યમાં દખલઅંદાજ કરું છું.
આ સૃષ્ટિમાં માનવીએ એ જ કર્યું છે અને કરી રહ્યો છે,
જેમ કુદરતે આપ્યું છે એનો અસ્વીકાર કરી પોતાની રીતે કરવું છે.
એટલે જ આજે આ કુદરત પ્રદૂષિત છે અને સમગ્ર જીવોને હાની છે,
એટલે જ તો યુગનું પરિવર્તન થયું છે અને કળયુગનો જમાનો આવ્યો છે.
- ડો. હીરા