ફુરસદનો સમય ક્યારેય હોતો નથી,
પ્રેમનો પ્રવાહ ક્યારેય બદલાતો નથી,
પરમ જ્ઞાન ક્યારેય ભુલાતું નથી,
અને ઈશ્વરની કૃપા ક્યારેય ઓછી થાતી નથી,
વિશ્વાસના પાસા ક્યારેય પલટાતા નથી,
વિજ્ઞાનનું વિશ્વ ક્યારેય અટકવાનું નથી,
અંતરની ઊર્મી ક્યારેય ઓજલ થાતી નથી,
અને પ્રભુનો સાથ ક્યારેય છૂટતો નથી,
નિશાના પર પુરુષાર્થનું તીર લાગ્યા વિના રહેતું નથી,
જીવનમા સંઘર્ષ આવ્યા વિના રહેતો નથી,
શાંતિમાં ક્યારેય અશાંત થવાતું નથી,
ઈશ્વરની લીલાથી ક્યારેય કોઈ વંચિત રહેતું નથી,
આ છે નિયમો પ્રકૃતિના, આ છે નિયમો કુદરતના,
આ ક્યારેય બદલાતા નથી, સત્ય ક્યારેય બદલાતું નથી.
- ડો. હીરા