પરમ સત્તાના માલિક તો પ્રભુ જ છે,
છતાં લોકો સત્તા પાછળ ભાગે છે.
પરમ પ્રેમના સરતાજ તો પ્રભુ જ છે,
છતાં લોકો દુનયવી પ્રેમ પાછળ ભાગે છે.
પરમશાંતિના ભંડાર તો પ્રભુ જ છે,
છતાં લોકો દુનિયા અને એના લોકોમાં શાંતિ ગોતે છે.
પરમ વિશ્વાસમાં રહેનારા તો સદૈવ પ્રભુ છે,
છતાં લોકો એકબીજાનો વિશ્વાસઘાત કરે છે.
બધું જ તો પ્રભુમાં છે, બધું જ તો પ્રભુ છે,
છતાં લોકો પ્રભુને વિસરી લોકોમાં આ બધું ગોતે છે.
- ડો. હીરા