ભોજન મળે કે ભજન, અવસ્થા પર નિર્ભર છે,
માન મળે કે અપમાન, લોકોના વ્યવહાર પર નિર્ભર છે.
જ્ઞાન મળે કે પરિણામ, એ આપણા કર્મો પર નિર્ભર છે,
જીવન મળે કે મરણ, એ ઈશ્વર ઈચ્છા પર નિર્ભર છે.
શાંતિ મળે કે અશાંતિ, એ આપણા મન પર નિર્ભર છે,
સંતોષ મળે કે અસંતોષ, એ આપણી ચાહતો પર નિર્ભર છે.
ચમત્કાર મળે કે સાધારણતા, એ તો સંતોના આશિષ પર નિર્ભર છે,
પ્રશંસા મળે કે નિંદા થાય, એ તો આપણા ભાગ્ય પર નિર્ભર છે.
પ્રેમ મળે કે દુર્ભાવ, એ તો મનુષ્યની વૃતિ પર નિર્ભર છે,
પ્રભુનો સાથ તો હર પળ હંમેશા મળવો પ્રભુ પર જ નિર્ભર છે,
એનો સાથ સદૈવ છે, એ અવસ્થા બદલાતી નથી, નિર્ભયતાથી પરે છે.
- ડો. હીરા