નામ જપ કરવાથી શું થશે? મન સ્થિર થશે,
ધ્યાન કરવાથી શું થશે? ચિત્ત એકાગ્ર થશે.
પૂજા-પાઠ કરવાથી શું થશે? પ્રભુ માટે પ્રેમ જાગશે,
પુસ્તકો વાંચવાથી શું થશે? જ્ઞાન શુદ્ધ થશે.
સત્સંગ કરવાથી શું થશે? ચિત્ત પ્રભુમાં જોડ઼ાયેલું રહેશે,
સેવા કરવાથી શું થશે? દિલમાં દયા જાગશે.
સંતોને મળવાથી શું થશે? સારા આશિષ પ્રાપ્ત થશે,
સાત્વિક આહાર ખાવાથી શું થશે? મનની ચંચલતા ઓછી થશે.
પ્રાણાયમ કરવાથી શું થશે? શરીરમાં નાડીઓ ખૂલી જશે,
શરીર તંદુરસ્ત રાખવાથી શું થશે? પ્રભુના રાહે ચાલવામાં મદદ રહેશે.
આ બધાં છે સાધનો શરીર અને મનને પવિત્ર કરવા માટે,
આ સાધન નથી ઈશ્વરને પામવા માટે.
ઈશ્વરને પામવા માટે ખાલી સમર્પણની જરૂર છે,
ગુરુના ચરણમાં રહી એના આપેલા કાર્ય કરવાની જરૂર છે,
ઈશ્વરના પ્રેમમાં ડૂબવાની જરૂર છે.
- ડો. હીરા