તારો વિચાર કરું છું, છતાં પોતાને મધ્યમાં રાખું છું,
નિસ્વાર્થ ભાવો માગું છું, છતાં પોતાના પર અભિમાન કરું છું.
પ્રાર્થના કરું છું, છતાં ઈચ્છાઓનું પ્રદર્શન કરું છું,
ગુણલા તારા ગાવ છું, છતાં પોતાના વખાણ કરું છુ.
બહાર આમાંથી તું જ કાઢી શકે, તારામાં એક તું જ કરી શકે,
શક્રિય તું જ બનાવી શકે, આ ચક્રવ્યૂહમાંથી તું જ કાઢી શકે.
ધ્યાન તારું કરું છું છતાં વિચારો બીજાના કરું છું,
મોક્ષની ઈચ્છાને ત્યજું છું, છતાં ભયને રાખું છું.
આ શડ્યંત્ર હર વખત રચું છું છતાં પોતાની લાચારી પર રડું છું,
હવે તુ જ બહાર કાઢી શકે હવે તું જ બધું કરી શકે.
- ડો. હીરા